ચંદ્રપુર નજીક ગેરેજમાંથી અને પાડધરા ચોકડી નજીકથી ઇકોમાંથી કબ્જે
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ચંદ્રપુર નજીક યાદવ ગેરેજમાં દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 5 બોટલ કિમત રૂપિયા 1500 કબ્જે કરી આરોપી મુક્તાર યાદવ રહે. ભાટિયા સોસાયટી વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના સતાપર ગામના ભૂરા નામના શખ્સ પાસેથી દેશી દારૂનો જથ્થો મેળવી ઇકો કારમાં હેરાફેરી કરી રહેલા અશોક નામના શખ્સને વાકાનેર તાલુકા પોલીસે પાડધરા નજીકથી ઝડપી લઈ 3.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પાડધરા નજીક વાહન ચેકીંગ સમયે જીજે – 13 – AH – 9850 નંબરની ઇકો કારને અટકાવી તલાસી લેતા ઇકો કારમાંથી આરોપી અશોક પ્રતાપભાઈ અબસણીયાના કબ્જામાંથી રૂ.8000ની કિંમતનો દેશી દારૂ મળી આવતા
પોલીસે ત્રણ લાખની કાર સહિત 3.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીએ દેશી દારૂનો આ જથ્થો સતાપર ગામના દિનેશ ઉર્ફે ભૂરો વનાભાઈ કોળી પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.