કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

1,42,320 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો

કોઠીમાં ફળિયામાંથી મોટર સાયકલ ચોરાયુ

વાંકાનેર: આરોગ્યનગર શેરી નં-૫ મા રહેતા અજયસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનની પાછળ જઈ પોલીસ સ્ટાફે દરવાજો ખખડાવતા કિશનભાઈ અશોકભાઈ ખીરૈયા જાતે-લુવાણા ઉવ.૩૦ ધંધો- પ્રા.નોકરી રહે. વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૦૪ બહાર આવેલ. બેઠક રૂમમા પ્રવેશ કરતા રૂમમા દીવાલની લગોલગ અલગ- અલગ ખાખી કલરના પુઠાના બોક્સ જણાય આવેલ, જે ખોલી ચેક કરતા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ 264 અને ચપલા નંગ 288 મળી આવેલ. જે મુદામાલ 1,42,320 રૂપિયાનો કબ્જે કરેલ છે. આ કાર્યવાહીમા પોલીસ કોન્સ. દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ. પો.હેડ.કોન્સ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, હરદીપસિંહ અશોકસિંહ ઝાલા, પો.કોન્સ ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા, જનકભાઈ વલ્લભભાઈ ચાવડા તથા દિનેશભાઈ વશરામભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

કોઠીમાં ફળિયામાંથી મોટર સાયકલ ચોરાયુ

તાલુકાના કોઠી ગામે ફળિયામાં લોક કરીને પાર્ક કરેલું મોટર સાયકલ કોઈ ચોરી ગયાની ઓન લાઈન ફરિયાદ થઇ છે.


ત્રાજપર શેરી નં-૮ માં રહેતા લખમણ મેરૂભાઇ ગોલતરે ફરિયાદમાં લખાવેલ છે કે પોતાના નામનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નં.GJ-36-K-8182 વાળુ પાલીસ પટ્ટા વાળું સને-2018 ના મોડલનુ તેમનો ભાણેજ મહેશભાઈ રાઘવભાઈ મુંઘવા રહે-કોઠી તા.વાંકાનેર વાળો ત્રણેક વર્ષથી ઉપયોગ કરતો હતો.

તા-૦૫/૦૨/૨૦૨૪ ના રાત્રે કોઠી ગામે ઘરની બહાર ફળીયામાં હેન્ડલ લોક મારી પાર્ક કરેલ હતું. સવારે સાડા પાંચેક વાગ્યે દુકાને જવા સારૂ મહેશ ઉઠેલ હતો. મોટર સાયકલ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ છે.

પોલીસ સ્ટેશનેથી

દેશી દારૂ:
(1) હસનપર બીપીએલ ક્વાર્ટરમાં રહેતા દેવજી ભીખાભાઇ રાઠોડ જાતે રાવળદેવ પાસેથી 14 લીટર (2) ભાટિયા સોસાયટી ત્રિલોકધામમાં રહેતા જાવિદ ઉર્ફે જાવલો મામદભાઈ કુરેશી પાસેથી 2 લીટર અને (3) પંચાસિયાના માનસિંગ તળશીભાઈ કોંઢીયા પાસેથી 3 લીટર દેશી દારૂ મળી આવ્યો
પીધેલ: (1) આરોગ્યનગર નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા હકા ભીખા રાઠોડ (2) હસનપરના વિરમ ગાંડુભાઇ ટોટા (3) આરોગ્યનગર ગાયત્રી મંદિર સામે રહેતા રાજુ જીવણભાઈ દેગામા (4) આરોગ્યનગર ગાયત્રી મંદિર સામે રહેતા વિનેશ ઉર્ફે વનરાજ ગોવિંદભાઇ દંતેસરીયા અને (5) જીનપરા ગૌશાળા સામે રહેતા ભીખુભાઇ ઉર્ફે પીન્ટુભાઇ નાનજીભાઈ ઝીંઝુવાડિયા પીધેલ પકડાયા છે….

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!