ટંકારા: લજાઈમાં પાર્વતી હોટલ લખેલ કોમ્પ્લેક્ષની છત ઉપરથી પોલીસ ખાતાએ રેડ કરી પોણો લાખ ઉપરથી રકમનો વિદેશી દારૂ પકડેલ છે….
ટંકારા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ લજાઈ-ભરડીયા રોડ, સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલ પાંચ દુકાન (મા પાર્વતી હોટલ લખેલ) કોમ્પ્લેક્ષની છત ઉપર ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૧૮૦ તથા
૭૫૦ એમ.એલ.ની વ્હીસ્કી/ વોડકાની બોટલો નંગ-૧૯૨ કી.રૂ.૭૮, ૬૬૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી ગુનો ગુન્હો પ્રોહી કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬-(બી), મુજબ નોંધાયો છે. આરોપી તરીકે લજાઈના ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલાનું નામ બહાર આવેલ છે….