વાંકાનેર સીટી પોલીસનો દરોડો
વાંકાનેર: અહીંની ભાટિયા સોસાયટીમાં એક રહેણાંક ઘરમાં 1 લાખ ઉપરની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ ખાતાએ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ ભાટિયા સોસાયટીમાં સ્મશાન પાસે રહેતા આરોપી મુકેશ ઉર્ફે ગોગન સુરેશભાઈ ઉર્ફે બાબુભાઇ તુવર નામના શખ્સે પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે 
વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા રહેણાંકમાંથી વિદેશી દારૂની 750 મીલીની 4 બોટલ તેમજ 180 મીલીની 275 બોટલ મળી કુલ 279 બોટલ કિંમત રૂપિયા 1,04,050 મળી આવતા 
પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
