કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સરકારી યોજનાનો લાભ લેવા 1 એપ્રિલથી ફોર્મ ભરવાનું ચાલુ થશે

અલગ અલગ નાના નાના 28 ધંધા માટે લોન – સબસીડી મળે છે

વાંકાનેરવાસીઓને વધુ લાભ મળે તે માટે આ યોજનાઓનો પ્રચાર કરો

માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય, તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in ૫૨ તા. ૧-૦૪-૨૦૨૩ થી ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ વિગત નિચે મુજબ છે….

માનવ કલ્યાણ યોજના 2023 

આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને (Manav Kalyan Yojana 2023) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે. 

મળવા પાત્ર ટૂલકીટસના નામ

યોજનાની પાત્રતા 

  • ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ. 
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા 
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

માનવ કલ્યાણ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો 

  • આધાર કાર્ડ 
  • રેશનકાર્ડ 
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ) 
  • અરજદારના જાતી નો દાખલો 
  • વાર્ષિક આવકનો દાખલો 
  • અભ્યાસના પુરાવા 
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા 
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું) 
  • એકરારનામું 
  • માનવ કલ્યાણ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરવી 
  • Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે. 
  • Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે. 
  • Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે. 
  • Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે. 
  • Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે. 
  • મહત્વની લિંક 
  • સત્તાવાર સૂચના માટે : અહી ક્લિક કરો 
  • ઓનલાઈન અરજી માટે : અહી ક્લિક કરો 
  • હેલ્પ મેન્યુઅલ પીડીએફ લિંક કેવી રીતે અરજી કરવી : અહી ક્લિક કરો 

Content Copying Forbidden !!

error: Content is protected !!