વાંકાનેરમાંથી કોણ ચેરમેન બનશે? લોકોમાં ઉત્સુકતા
મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતની જુદીજુદી કમિટીની રચના કરવામાં આવશે અને જે તે કમિટીમાં જે સભ્યોના નામ રાખવામાં આવ્યા છે તેની જાહેરાત કરવામાં આવશે ત્યાર બાદ જે તે કમિટીની મિટિંગ મળશે અને તેમાં કમિટીના ચેરમેન નક્કી કરવામાં આવશે
મોરબી જીલ્લા પંચાયતના સભા ખંડમાં આજે જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારેઘીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં છેલ્લી સામાન્ય સભાની બેઠકમાં કરવામાં આવેલા ઠરાવો, અમલવારી અને નોંધને બહાલી આપવા માટેનો એજન્ડા લેવામાં આવ્યો છે તેમજ જીલ્લા પંચાયતની જુદીજુદી કમિટીઓની રચના કરવામાં આવશે ત્યારે કઈ કમિટીમાં કોને લેવામાં આવેલ છે તેના નામ પણ જાહેર કરવામાં આવશે ત્યાર બાદ જુદીજુદી કમિટીની બેઠક મળશે તેમાં જુદીજુદી કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવશે. વાંકાનેરમાંથી ક્યા સદસ્યને કઈ સમિતિમાં કોણ છેમેં બને છે? એ જાણવા લોકો ઉત્સુક છે. આજની બેઠકમાં સભ્યો દ્વારા કોઈ પ્રસ્તાવ હોય તો તેની ચર્ચા કરવામાં આવશે તેમજ પ્રમુખના અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થશે તેની ચર્ચા કરવામાં આવશે.