જે. એસ. પ્રજાપતિની કામગીરીની નોંધ લેવાઈ
વાંકાનેર: ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ઉત્કૃષ્ટ અને અસાધારણ કામગીરી કરનારા અધિકારીઓને પ્રોત્સાહન આપવા માટે તા. 29/11/2025 ના રોજ ધરમપુરમાં આયોજિત વાર્ષિક સમારોહમાં, મોરબી જિલ્લાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી

(DDO) અને હાલના થરાદના કલેકટર જે. એસ. પ્રજાપતિને ‘બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રજાપતિને આ સન્માન તેમની વર્ષ 2024-25 દરમિયાનની વિશિષ્ટ કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારે તેમની આ કામગીરીની નોંધ લઈને તેમને 15 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લાઓની શ્રેણીમાં “શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી” જાહેર કર્યા છે. તેમજ જે. એસ. પ્રજાપતિને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રોત્સાહન રૂપે રૂપિયા 51,000/- (એકાવન હજાર) નો રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે…
