લુણસર -પલાસના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો કરવા ખાત્રી આપી
રૂબરૂ મુલાકાતની લોકોમાં સારી અસર પડે છે
વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તેમની ટીમ દ્વારા વાંકાનેરના લુણસર તથા પલાસ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતો તથા માલધારીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તેના શક્ય નિરાકરણ માટે પ્રયાસો કરવા ખાત્રી આપી હતી. આ સાથે જ કોંગ્રેસ આગેવાનો દ્વારા લોકો વચ્ચે રહી તેમને પડતી સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી.
આ તકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, લુણસરના સરપંચ ડાયાભાઈ, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ યુનુસભાઇ શેરસીયા, જીલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ ગુલામભાઇ પરાસરા, યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.