કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પાલિકા પૂર્વ પ્રમુખ વજુભા ઝાલાનું અવસાન: આવતી કાલે બેસણું

વાંકાનેર: અહીંના રાજપુત સમાજના પ્રમુખ તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલા 84 વર્ષની વયે ટુકી બીમારી બાદ વસંત પંચમીના પાવન દિનની પૂર્વ સંધ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષોથી રાજપુત સમાજના પ્રમુખ અને જીવનભર સમાજ સેવાના કાર્યમાં હંમેશ આગળ રહેતા તેઓ વાંકાનેર પાલિકાના પ્રમુખ સ્થાને રહી ચૂક્યા છે. તેઓ મૂળ ચરાડવાના વતની હતા….

તેમજ સ્વ. વજુભાબાપુ જ્યોતિ સિરામીક ઇન્ડસ્ટ્રીઝના નામે પણ ઉદ્યોગપતિઓમાં આગવું સ્થાન ધરાવતા હતા તેઓએ રાજપુત સમાજ ઉપરાંત અન્ય સમાજ સાથે રહી મોટી નામના મેળવેલ હતી. વાંકાનેર રાજપુત સમાજ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ પર તેમની મોટી ખોટ પડી છે. સદ્દગતની અંતિમયાત્રામાં નોબલ રીફ્રેક્ટ્રીઝના એમ.ડી. ઘનશ્યામભાઇ ઢોલરીયા સહિતના ઉદ્યોગપતિઓ, સમગ્ર રાજપુત સમાજ અગ્રણીઓ, આગેવાનો, પત્રકારો, સગા-સ્નેહીઓ તથા વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સદ્દગતનું બેસણું આવતી કાલે શુક્રવારે સાંજે ચાર થી છ વાગ્યે જડેશ્વર રોડ, સરકારી દવાખાના સામે રાખેલ છે….

 

Content Copying Forbidden !!

error: Content is protected !!