વાંકાનેર: સીટી સ્ટેશન રોડ પ્રગતિ કોમ્પલેક્ષની દુકાનો પાસે એક ઈસમ મોડી રાત્રીના અંધારાનો લાભ લઇ દુકાનો પાસે આંટાફેરા કરતો મળી આવતા પોલીસ કાર્યવાહી થઇ છે….

જાણવા મળ્યા મુજબ રાતના સાડા આઠ આસપાસ વાંકાનેર સીટી સ્ટેશન રોડ પ્રગતિ કોમ્પલેક્ષની દુકાનો પાસે સલેમાનભાઇ હુશેનભાઈ કુરેશી (ઉવ.૫૫) રહે. કુંભારપરા શેરી નં-૦૨ શંકાસ્પદ હાલતમાં દુકાનો પાસે 

આંટાફેરા કરતા જોવામા આવતા પોલીસે તેને રોકી મજકૂરને અહિ હાજરી બાબતે પુછપરછ કરતા ગલ્લાં તલ્લાં કરી કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી મોડી રાત્રીના અંધારાનો લાભ લઇ દુકાનો પાસે આંટાફેરા કરતો 

મીલકત સંબધી કોઇ કોગ્ની. ગુન્હો કરવાના ઇરાદે મળી જી.પી.એકટ કલ મ-૧૨૨-સી મુજબનો ગુન્હો દાખલ થયેલ છે, કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પોલીસ કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી..

