હસનપરના મહિલા, પંચાસરનો તરુણ, કોટડાનાયાણીના વૃદ્ધ ઈજાગ્રસ્ત
લિંબાળા ધારે રહેતા યુવાનનું મોત
વાંકાનેર: તાલુકામાં ચોમાસાના કારણે વાહન સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે, હસનપર ગામે રહેતા ગૌરીબેન ગગજીભાઈ ડઢાણીયા નામના 50 વર્ષીય મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે ત્યાં મોર્ડન ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઇજા પામતા સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા.
બીજા બનાવમાં જડેશ્વર નજીક અચાનક બાઇકની આડે કૂતરું ઉતરતા વાહન સ્લીપ થવાથી અરબાઝ ફિરોજભાઈ ખલીફા (ઉ.11) રહે. પંચાસર તા વાંકાનેર નામના બાળકને ઇજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.
ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામના છગનભાઈ ખીમાભાઈ (ઉ.65) નામના વૃદ્ધ વાડીએથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા ઈજા પામેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
ચોથા બનાવમાં હાલ લિંબાળા ધારે રહેતા ઈદે મિલાદની વહેલી સવારે ચંદ્રપુર ગામના બોર્ડ પાસે લિંબાળા જતા એહમદશા જહાંગીરશા રાઠોડ નામના 21 વર્ષના યુવાનનો અકસ્માત થતા માથામાં ઇજા થતા મોત નીપજ્યું હતું એમનું મુળ વતન થાન હોવાનું જાણવા મળેલ છે…
