મોરબીના બે મહિલા સહિત શખ્સોને પકડી લેતી પોલીસ
વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા બે મહિલા સહિત ચાર સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ રાતીદેવરી ખાતે રહેતા વૈશાલીબેન કાંતિભાઈ વોરા (21) એ હાર્દિક, દેવુબેન, રવજીભાઈ દાનાભાઈ અને અનુબેન રહે. બધા બોધનગર મોરબીની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ લગ્ન કરવા માટે થઈને તેની પાછળ પડ્યા હતા અને મોબાઈલ આપીને લગ્ન કરવા માટે હેરાન પરેશાન કરતા હતા અને કહ્યું હતું કે મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉ તેમ કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

જેથી વાંકાનેરના પીઆઇ કે.એમ. છાસીયા અને તેની ટીમે આરોપી હાર્દીક ઉર્ફે હર્ષદ રવજીભાઈ મુછડીયા (22), રવજી દાનાભાઈ મુછડીયા (50), દેવુ ઉર્ફે દેવીકાબેન રવજીભાઈ મુછડીયા (48) અને અનુ ઉર્ફે અનીતા રવજીભાઈ મુછડીયા (30)ની ધરપકડ કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.