જુગાર ધમલપર-૨ નટડી માં ના મંદિર પાસે જુના મકાનની દિવાલોની ઓથમાં રમતા પકડાયા
વાંકાનેર: ધમલપર-2 માં રહેતા ચાર જણાને જુગાર ધમલપર-૨ નટડી માં ના મંદિર પાસે જુના મકાનની દિવાલોની ઓથમાં રમતા પકડેલ છે…

જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાએ ધમલપર-2 માં રહેતા (1) અજીતભાઈ પ્રતાપભાઇ અબાસણીયા (ઉ.28) (2) ચેતનભાઇ ઉર્ફે બક્કો હકાભાઈ જીંજરીયા (ઉ.19) (3) નિતીનભાઇ દિનેશભાઈ દિનેશભાઇ (ઉ.19) અને 

(4) રવિભાઇ શંકરભાઇ કાંજીયા (ઉ.28) ને ગંજીપતાના પાના વતી તીન પતીનો હારજીતનો જુગાર ધમલપર-૨ નટડી માં ના મંદિર પાસે જુના મકાનની દિવાલોની ઓથમાં રમતા પકડેલ છે, તેમજ રોકડા રૂ.૩૪૦૦/-મુદામાલ જપ્ત કરેલ છે. આરોપીઓ વિરુદ્ધ ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.કોન્સ દર્શીતભાઇ ગીરીશભાઇ વ્યાસ તથા રાણીંગભાઇ નાજભાઇ ખવડ દ્વારા કરવામાં આવી હતી…