વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા 4 જુગારી ઝડપાઇ ગયા હતા, જ્યારે ત્રણ જુગારી નાસી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા ગામે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા કાસમભાઇ ઉસ્માનભાઇ ખોરજીયા, રિઝવાનભાઇ હુશેનભાઇ કડીવાર, ફીરોજભાઇ હશનભાઇ ખોરજીયા અને વાહીદભાઇ ઉર્ફે ઈલીયાશ અમીભાઇ વડાવીયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી રફીક હાજી ભગત, શાહબુદીન રાઠોડ અને ઇરફાન ઉર્ફે ઢગો નાસી જતા પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂપિયા 12090 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 17,090નો મુદ્દામાલ કબ્જે કરી સાતેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.