લુણસરના વૃદ્ધ બાઈક પરથી પડી ગયા
વાંકાનેર: સીટી સ્ટેશન રોડ પર ચામુંડા હોટલ પાછળ અને સરતાનપર રોડ ઉપર બે જણા વરલીમટકાનો જુગાર રમાડતા પકડાયા હતા તથા લુણસરના વૃદ્ધ બાઈક પરથી પડી જતા ઇજા થઇ હતી….
જાણવા મળ્યા મુજબ સીટી સ્ટેશન રોડ પર ચામુંડા હોટલ પાછળ (1) કાનાભાઈ રાજુભાઇ ચારોલીયા (ઉ.35) અને (2) જીતેન્દ્રભાઇ રમેશભાઇ તરેટીયા (ઉ.38) રહે. બંને સીટી સ્ટેશન રોડ આઝાદ ગોલાવાળી શેરીમાં, વાંકાનેર વાળા જાહેરમાં બેસી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૨૧૪૦/-સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે…
સરતાનપર રોડ ઉપર બે જણા વરલીમટકાનો જુગાર રમાડતા પકડાયા
પ્રથમ દરોડામાં સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસેથી આરોપી દિલાભાઈ ઉમરભાઈ સાડમિયા રહે સરતાનપર વાળાને રોકડા રૂપિયા 450 સાથે તેમજ બીજા દરોડામાં સેન્સો ચોકડી પાસેથી જ આરોપી વિનોદ નારૂભાઈ વાજેલીયા રહે સરતાનપર વાળાઓને રોકડા રૂપિયા 400 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
લુણસરના વૃદ્ધ બાઈક પરથી પડી ગયા
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા રામભાઈ કાનજીભાઈ ગોપાણી (ઉ.77) નામના વૃદ્ધ ઘર પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન બાઇકમાંથી પડી જવાના કારણે તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે…
