વાંકાનેર: અહીંની ખોજાખાનાશેરીમાં પોલીસ ખાતાએ રેઇડ કરી જાહેરમાં ચાર ઇસમોને પકડી પડેલ છે.
આ બનાવની વિગત મુજબ ખોજાખાના શેરીમાં (૧) સમીરભાઈ ઈસ્માઈલભાઈ શેખ (ઉ.વ.૧૮) રહે.વાંકાનેર સીટી સ્ટેશનરોડ રોકડા રૂ.૨૮૨૦/- (૨) અલીઅસગરભાઈ ઉસ્માનભાઈ શેખ (ઉ.વ.૧૯) રહે.વાંકાનેર સીટી સ્ટેશન શેડ રોકડા રૂ.૨૬૪૦/ (૩) અજયભાઈ બાબુભાઈ નાકીયા (ઉ.વ.૨૦) રહે. વાંકાનેર કુંભારપરા શેરી નં.૬ રોકડા રૂ.૩૦૭૦/(૪) ઈલિયાસભાઈ અદ્રેમાનભાઈ રફાઈ (ઉ.વ.૨૮) વાંકાનેર ખોજાખાના શેરી રોકડા રૂ.૨૨૧૦/ મળી કુલ મુદામાલ રૂપિયા 11670 નો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
અરણીટીંબા ગામના બોર્ડ પાસે રહેતા હિરલબેન તેજાભાઈ જખાણીયા અને (2) ત્યાંથી જ નીરુબેન નરેશભાઈ જખાણીયાને દેશી દારૂ સાથે પકડેલ છે.
પીધેલ:
(1) પલાંસડીના નવઘણ સોમાભાઈ પારજીયા અને (2) વાલ્મિકીવાસ આંબેડકરનગર શેરી ન 5 માં રહેતા રવિ ગીધાભાઇ વાઘેલા પીધેલ પકડાયા છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો