મિતાણાનો શખ્સ બાઈક પર દારૂ લઇ જતા પકડાયો
વાંકાનેર: તમારી વાડીએ જો બહારના મજૂરો કામે રાખ્યા હોય તો તેમના આધાર કાર્ડ મેળવી લેવા અને MORBI ASSUR ED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરાવી લેશો, નહિતર પોલીસ તમને પકડી કાર્યવાહી કરશે. ટંકારા તાલુકામાં આ પ્રકારની કામગીરી પોલીસ ખાતાએ કરેલ છે. ઉપરાંત સીસી ટી વી કેમેરા લગાવવાના જાહેરનામાના ભંગ સબબ ત્રણ અન્ય સ્થળે કાર્યવાહી કરેલ છે…


જાણવા મળ્યા મુજબ (1) છતર જીઆઈડીસીમાં ડીલક્ષ આઈસ્ક્રીમના માલિક રાજકોટ પારેવડી ચોકમાં રહેતા કૈઝારભાઈ હાતિમભાઇ હથિયારી સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક 1. નં.જે/એમએજી/જા. નામ/વશી ૨૭૧૧/૨૦૨૪ તા-૩૦/૧૧/૨૦૨૪ થી MORBI ASSURED એપ્સ.માં પરપ્રાંતિય મજુરનુ રજીસ્ટ્રેશન કરવા સારૂ જાહેરનામું અમલ કરેલ હોઇ આ કામના આરોપી પોતે જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાના કારખાના પર પોતાની નીચે કામ કરતા કર્મચારીના આઇ.ડી પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ MORBI ASSUR ED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરેલ ન હોઇ આરોપીએ કલેકટર અને જીલ્લા મેજી.શ્રી મોરબીના ઉપરોકત જાહેરનામાનો ભંગ કરતા ભારતીય ન્યાય સહીતાની કલમ- ૨૨૩ મુજબ ગુન્હો દાખલ થયો છે…


(2) છતર જીઆઈડીસીમાં ડી પી ઇમિટેશનના રાજકોટ મોરબી રોડ પર રહેતા દશરથ પરસોતમભાઇ વૈષ્ણવ સામે (3) લજાઈ ઈન્ડસ્ટ્રીલ એરિયામાં ભરડિયા રોડ પર સંકલ્પ ગોડાઉનની સામે નામ વગરના ગોડાઉનના માલિક મોરબી શનાળા રોડ પર રહેતા અનિલ મોરભાઈ પરમાર અને (4) લજાઈ ઈન્ડસ્ટ્રીલ એરિયામાં ભરડિયા રોડ પર સંકલ્પ ગોડાઉનની સામે નામ વગરના ગોડાઉનના માલિક મોરબી શનાળા રોડ પર રહેતા સુરેશ મોરભાઈ પરમાર સામે મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક – જા. નં.જે/એમએજી/જાહેર સ્થળ /સીસીટીવી/કેમેરા/જા.નામુ/વશી-૨૫૧૨/૨૦૨૪ તા-૨૭/૧૨/૨૦૨૪ સી.સી.ટી.વી કેમેરા લગાવવા સારૂ જાહેરનામુ અમલ કરેલ હોઈ આ કામના આરોપી પોતે જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાના કારખાનામાં સી.સી.ટી.વી કેમેરા લગાવેલ ન હોઇ આરોપીએ કલેકટર અને જીલ્લા મેજી.શ્રી મોરબીના ઉપરોકત જાહેરના માનો ભંગ કરતા ગુન્હો ભારતીય ન્યાય સહીતાની કલમ- ૨૨૩ મુજબ દાખલ થયો છે…
મિતાણાનો શખ્સ બાઈક પર દારૂ લઇ જતા પકડાયો
મિતાણા ગામ પાણીના ટાંકા પાસે રહેતા ગોરધનભાઈ ઉર્ફે ગિધીયો બચુભાઈ સાડમીયા પોતાના હવાલાવાળા હીરો હોન્ડા કંપનીનુ સુપર સ્પ્લેન્ડર જેના ચેસીસ નંબર- 06JACF12458 તથા એન્જીન નંબર- 06 JACE11840 હોય જેની કિ.રૂ.૧૦,૦૦૦/- વાળામા એક પ્લા.ના બાચકામા પ્લા.ના એક બુંગીયામા આશરે લીટર -૦૫ દેશી દારુ ભરેલ બુંગીયાઓ નંગ-૦૩ લીટર આશરે-૧૫ કી.રૂ.૩૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ.૧૩૦૦૦/ નો પ્રોહી મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી નીકળી મળી આવતા ગુન્હો પ્રોહી એકટ કલમ- ૬૫(એ)(એ), ૯૮(૨) મુજબ નોંધાયો છે….
