તા. પંચા. કારોબારી ચેરમેનના પુત્ર પણ ઈજાગ્રસ્ત
ચાર મિત્રો બાઉન્ટ્રીએ રાત્રીના જમવા માટે જતા હતા ત્યારે ગારીડા પાસે બનેલો બનાવ
મિત્ર હાર્દીકની રાજકોટ એટલાન્ટીસ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે
વાંકાનેર: તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જિજ્ઞાષાબેનના પુત્ર અને રામાપીરના મંદિર પાસે, કુંભારપરા, વાંકાનેર રહેતા તથા પી.જી.ડી.એમ.એલ.ટી. પાસ થયેલ દર્શનકુમાર રાજેશકુમાર મેર (ઉ.વ.૨૩) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે બે ભાઇઓમાં તે નાનો છે

અને પિતાનું નામ રાજેશકુમાર મોહનલાલ અને માતા- જીજ્ઞાસાબેન છે. ગઇ તા.૦૮/૦૭/૨૦૨૪ ના રાત્રીના ફરિયાદી તથા તેના મિત્ર (1) ગોકુલનગર સોસાયટીમાં રહેતા સ્વપ્નીલ કાંતીલાલ વોરા (2) ભાટીયા સોસાયટીમાં રહેતા હાર્દીક રજનીકાંત ધામેચા તથા

ભાટીયા સોસાયટીમાં જ રહેતા અજીમુદ્દીન અબ્દુલભાઈ હાલા ચારેય જણા ટાટા નેક્સોન ફોરવ્હીલ કાર રજી.નં. GJ.36.AF.0443 વાળી લઈને વાંકાનેર બાઉન્ટ્રીએ જમવા માટે જતા હતા અને કાર ફરિયાદી પોતે ચલાવતા હતા, તે દરમ્યાન રાત્રીના આશરે અગીયારેક વાગ્યાના

અરસામાં ગારીડા ગામથી થોડે આગળ વાંકાનેર બાઉન્ટ્રી તરફ તીરથ હોટલની પાસે પહોંચતા કારની આગળ જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા કાર આગળ જતા ટ્રકના ઠાંઠામાં ભટકાઇ ગયેલ અને કારની પાછળ આવતો ટ્રક કારના પાછળ ભટકાઈ ગયેલ, એક્સીડન્ટ થઈ જતા

બીજા રાહદારી માણસો આવી ગયેલ અને અજીમુદ્દીન બેભાન થઇ ગયેલ હતો. ફોન કરતા કુટુંબીજનો આવી જતા ખાનગી વાહનોમાં રાજકોટ હોસ્પીટલમાં લઈ ગયેલ હતા. સ્વપ્નીલને ડાબા હાથે પ્લાસ્ટરનો પાટો બાંધેલ છે, હાર્દીકને સારવાર માટે રાજકોટ એટલાન્ટીસ

હોસ્પીટલમાં દાખલ કરેલ છે. કારના પાછળના ભાગે નુકશાન થયેલ છે અને અમારી આગળ જતા ટ્રક ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક એક્સીડન્ટ થયા બાદ ત્યાંથી ટ્રક લઇને જતો રહેલ. આગળ જતા અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી પોલીસખાતાએ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
સૌ પ્રથમ અને સીધા જ સમાચાર વાંચવા
