લુણસરીયા ફાટક પાસેથી પકડતી પોલીસ
વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટીમાં રહેતા ચાર શખ્સોને થાનથી ગાડીમાં ઈંગ્લીશ દારૂની બોટલો ભરીને આવતા પોલીસ ખાતાએ પકડેલ છે…..
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના થાન રોડ લુણસરીયા ફાટક પાસેથી પોલીસ ખાતાએ ગાડી ચાલક તરૂણ ગજેન્દ્રભાઇ કુબાવત (ઉ.વ.૩૧) રહે, ભાટીયા સોસાયટી જલારામ મંદિરની બાજુમાં વાંકાનેર વાળાએ પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગલીશ દારૂની બોટલો નંગ-૨૪ કી.રૂ. ૩૨,૪૦૦/- ની રેનોલ્ટ કંપનીની ક્વિડ ગાડી રજી.નંબર-GJ-03-JR-6534 ની કિ.રૂ. ૧,૫૦,૦૦૦/-વાળીમાં
ભરાવી આગળની સીટમાં બેસેલા (2) સચિન ઉર્ફે ચચો (ઉ.37) રહે. ભાટીયા સોસાયટી જલારામ મંદિરની બાજુમાં વાંકાનેર (3) ગાડીમાં પાછળ બેસેલા મનદિપસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા (ઉ.24) રહે. ભાટીયા સોસાયટી શારદા સ્કુલ પાસે વાંકાનેર (4) બીજા બેસેલા ચેતનસિંહ નાથુભા જાડેજા (ઉ.25) રહે. ભાટીયા સોસાયટી શારદા સ્કુલ પાસે વાંકાનેર અને
(5) ઈંગ્લીશ દારૂ જ્યાંથી મેળવ્યો હતો, એ હદિપભાઇ કાઠી રહે. થાનગઢ, જી. સુરેન્દ્રનગર વાળાએ ગેરકાયદેસર ઇંગલીશ દારૂ મંગાવરાવી વાહનમાં ઇંગલીશ દારૂની હેરાફેરી કરી કુલ કિ.રૂ. ૧,૮૨,૪૦૦/-ના મુદામાલ સાથે હાજર મળી આવી આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી ગુન્હો પ્રોહિ એકટ કલમ-૬૫૬૫એ.એ, ૧૧૬-બી, ૮૧,૯૮(૨) મુજબ નોંધાયો છે, કાર્યવાહી વાંકાનેર સીટી પો. સ્ટેશનના પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પોલીસ હેઙ.કોન્સ ધર્મેન્દ્રભાઇ અંબારામભાઈ વાઘડીયા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પોલીસ કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા, રાણીંગભાઈ નાજભાઇ ખવડ તથા દર્શીતભાઇ ગીરીશભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી….