



વાંકાનેર શહેરના ટાઉનહોલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને વાંકાનેર સીટી પોલીસે રોકડા રૂપિયા 10,800 સાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે વાંકાનેર શહેરના ટાઉન હોલ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રમેશભાઈ તેજાભાઈ ગોરીયા, છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેખા, અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ મકરાણી અને અરજણભાઈ પેથાભાઈ કરોતરાને રોકડા રૂપિયા 10,800 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.