કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કુવાડવા રોડ પર કાર અકસ્માતમાં ચારને ઈજા

વડાળના નાલા પાસે બનેલ બનાવમાં કોઈ ફરિયાદ વાંકાનેરમાં લખાઈ નથી

વાંકાનેર: વાંકાનેર કુવાડવા રોડ પર સિંધાવદરના ગાત્રાળનગર પહેલા આવતા વડાળના નાલા પાસે એક કાર અકસ્માત થયો હતો, જેમાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચતા પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

મળેલી માહિતી મુજબ અમરસર ફાટક અને ગાત્રાળનગર વચ્ચે આવેલ વડાળના નાલા તરીકે ઓળખાતા નાલા પાસે એક સ્વીફ્ટ ડિઝાઇર કાર Gj03 LR 5704 રોંગ સાઈડમાં ખેંચાઈને નાલાની સાઈડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. કારમાં સવાર ચાર લોકોને ઈજા પહોંચી હતી તેમને પ્રથમ વાંકાનેર હોસ્પિટલ ખાતે અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મળેલી માહિતી મુજબ કાર રાજકોટની હતી. ઈજાગ્રસ્ત ચારેયમાં ડ્રાઇવરને વધુ ઇજા થઈ હોવાની માહિતી મળી છે.
જો કે આ બાબતની કોઈ ફરિયાદ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં લખાયેલ નથી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!