પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર તાલુકાના પલાંસડી ગામના બસ સ્ટેન્ડ પાસે ચાર ઈસમો ગોળકુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપતીનો જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે.
પકડાયેલ આરોપી (૧) મહેશભાઈ કરમશીભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.૪૫) (૨) કાંતીલાલ કરમશીભાઈ મદ્રેસાણીયા જાતે (ઉ.વ.૩૮) (૩) રઘુભાઈ બચુભાઈ પીપળીયા (ઉ.વ.૫૫) તથા (૪) કેસાભાઈ બચુભાઈ પીપળીયા (ઉ.વ.૫૬) રહે. બધા પલાંસડી વાળા પાસેથી કુલ રોકડા રૂપીયા-૧૦,૬૦૦ /- ના મુદ્દામાલ સાથે કબ્જે કરી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધેલ છે.
આ કાર્યવાહી આર્મ પોલીસ કોન્સટેબલ સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, પોલીસ કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા, વિજયભાઈ ડાંગર, રવિભાઈ કલોત્રા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
આરોગ્યનગર શેરી નં 8 માં રહેતા ગોવિંદ ભીમાબાઈ રીબડીયા પાસેથી 32 કોથળી અને ઢુવા દ્વારકાધીશ હોટલ પાછળથી તૌફીક ઉર્ફે તોફલો આદમભાઇ લધાણી પાસેથી 25 કોથળીઓ દેશી દારૂ કબ્જે
પીધેલ:
મિલ પ્લોટ નવજીવન સોસાયટી સામે રહેતા પ્રેમજી ભીખાભાઇ બોરીચા અને કુંભારપરા શેરી નં 4 માં રહેતા ગોપાલ દેવાભાઇ ગમારા પીધેલ પકડાયા છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો