હશનપરના શખ્સ પાસેથી ઈંગ્લીશની બોટલ મળી
વાંકાનેર: નાગાબાવાજીના મંદીર સામે ઈંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા પેડક (દિગ્વિજયનગર)ના ચાર શખ્સો પકડાયા છે…
મળેલ માહિતી મુજબ નાગાબાવાજીના મંદીર સામે ઈંટોના ભઠ્ઠા પાસે (1) રમેશભાઈ હરીભાઈ મકવાણા (ઉ.વ. 42) રહે. પેડક નાગબાવાના મંદિર પાસે (2) ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી (ઉ.વ. 39) રહે. પેડક ખડીપરા…
(3) મહેશભાઈ ગોવિંદભાઈ પલાણી (ઉ.વ. 38) રહે. પેડક ઇંટોના ભઠ્ઠા પાસે અને (4) સંજયભાઈ કાનજીભાઈ ધીણોજા (ઉ.વ. 36) રહે. પેડક સરકારી દવાખાના પાસે વાળા ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો…
જુગાર રમતા રોકડા રૂ. ૩૪૦૦/- સાથે આરોપીઓ મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ દાખલ થયેલ છે. કાર્યવાહી પોલીસ હેડ કોન્સ વાંકાનેર સીટી વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.કોન્સ. ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા, દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા તાહજુદ્દીનભાઈ મહમદભાઈ શેરસીયા દ્વારા કરવામાં આવી હતી…
હશનપરના શખ્સ પાસેથી ઈંગ્લીશની બોટલ મળ
વાંકાનેરના હશનપર બી.પી.એલ વિસ્તારમાં રહેતા જીતેશભાઈ વિનુભાઈ સારલા જાતે.કોળી (ઉ.વ.27) વાળા પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતિય બનાવટના પરપ્રાંતિય ઈંગ્લીશદારૂની નાની બોટલ જોતા ROYAL PARTY 375 M.L લખેલ કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૦૧ કી.રૂ.૨૦૦/- મળી આવતા ગુન્હો પ્રોહી.એકટ કલમ ૬૫૬૫ એ, ૧૧૬બી મુજબ નોંધાયો છે…