એમાં બે જણા તો પીધેલ હતા
વાંકાનેર: કાશીયાગાળા ગામના તળાવ નજીક વીડીમાં ચાર ઇસમો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા છે.
જેમાં (૧) સુરેશભાઈ માવજીભાઇ સરવૈયા (ઉ.વ.૪૬) રહે.કાશીયાગાળા ગામની રોજીયા વીડીમાં વાડીએ (૨) ભરતભાઈ ખીમાભાઈ ધરજીયા (ઉ.વ.૩૪) રહે.કાશીયાગાળા
(૩) વાઘજીભાઈ નાથાભાઇ ધરજીયા (ઉ.વ.૪૩) રહે.કાશીયાગાળા (૪) રસીકભાઈ ધીરૂભાઈ ધરજીયા (ઉ.વ.૩૬) રહે.ગાંગીયાવદર વાળનો સમાવેશ થાય છે.
આરોપી પૈકી ભરતભાઈ ખીમાભાઈ ધરજીયા (ઉ.વ.૩૪) રહે.કાશીયાગાળા અને વાઘજીભાઈ નાથાભાઇ ધરજીયા (ઉ.વ.૪૩) રહે.કાશીયાગાળા વાળા કેફી પ્રવાહી પીધેલ ઝડપાયા છે. રૂપિયા 4800 નો મુદામાલ જપ્ત કર્યો છે. મજકુર ઇસમો સામે જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો