કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચાર રીક્ષાચાલકો દંડાયા: દારૂના પોલીસ કેસ

તીથવાના રીક્ષા ચાલક ઇરફાનભાઇ શાહમદાર ઉપર પોલીસ કાર્યવાહી

અડચણ રૂપ થાય તે રીતે રોડની વચ્ચોવચ રાખીને પેસેન્જર ભરતા અને વધુ ઝડપે રીક્ષા ચલાવતા ચાલકો સામે પોલીસ ખાતાની આ કાર્યવાહીની લોકોમાં સરાહના

(1) આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર વિરેન્દ્ર વિરેન્દ્રભાઇ ધીરૂભાઇ ખાચરે તીથવાના રીક્ષા ચાલક ઇરફાનભાઇ મકબુલભાઇ શાહમદાર (ઉ.વ.20) ઉપર ફરિયાદ કરી છે કે આરોપીએ પોતાના હવાલા વાળી સી.એન.જી. રીક્ષા GJ-36-U-2590 વાળી સરેઆમ રોડ ઉપર માણસોની જીંદગી જોખમાય તે રીતે પુર ઝડપે ચલાવી નીકળતા મળી આવતા ગુન્હો કરેલ છે. એમની ઉપર IPC કલમ ૨૭૯ તથા એમ વી એકટ કલમ ૧૭૭,૧૮૪ લગાડેલ છે. આ રિક્ષામાં તા: 26 ના રોજ મોરબીથી વાંકાનેર આવતા મુસાફરો સાથે વધુ ઝડપે રીક્ષા ચલાવવા બાબતે માથાકૂટ થઇ હતી, મુસાફરે પોલીસ મદદ માંગતા તરત જ પોલીસ વાહન આવી ગયું હતું, પરંતુ ત્યાં સુધીમાં ચાલક ભાગી છૂટ્યો હતો.


(2) તીથવા ગામના પાટીયા પાસે સી.એન.જી GJ-36-U-3682 રીક્ષાનો ચાલક રોડ ઉપર ટ્રાફીકને તથા આમ જનતાને હાલવા ચાલવામા અડચણ રૂપ થાય તે રીતે રોડની વચ્ચો વચ રાખેલ, જેથી ચાલક સાગરભાઈ પ્રવિણભાઈ દક્ષીણી જાતે લુહાણા ઉ.વ.૩૭ રહે. ભાટીયા સોસાયટી જલારામ મંદીર સામે વાંકાનેર ભારતીય દંડ સંહિતા કલમ-૨૮૩ મુજબનો ગુન્હો કરેલ છે.


(3) આર્મ લોકરક્ષક કિશનભાઇ ધીરૂભાઇ મેરે ઢુવા ચોકડી પાસે સી.એન.જી.રીક્ષા નં. GJ-36-W-0093 વાળીનો ચાલક પોતાના હવાલાવાળી સી.એન.જી.રીક્ષા રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા રીક્ષાના ચાલક લાલજીભાઇ પરસોતમભાઈ વીંજવાડીયા જાતે કોળી ઉ.વ.૨૬ રહે. વાંકાનેર જીનપરા શેરી નં.૧૦ રંગવાળી શેરી IP C કલમ ૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબનો ગુન્હો કરેલ છે.


(4) આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર વિરેન્દ્રભાઇ ધીરૂભાઇ ખાચર ઢુવા ચોકડી પાસે આવતા સી.એન.જી. રીક્ષા રજી.નં. GJ-36-U-8627 નો ચાલક અશ્વીનભાઇ શીવરાજભાઈ વડેચા જાતે.વ્યાસ ઉ.વ.૨૯ ૨હે. વાંકાનેર શક્તિપરા તા.વાંકાનેર પોતાના હવાલા વાળી સી.એન.જી. રીક્ષા રોડ ઉપર ટ્રાફીકને તથા આમ જનતાને હાલવા ચાલવામાં અડચણ રૂપ થાય તે રીતે રોડની વચ્ચોવચ રાખીને પેસેન્જર ભરતો જોવામાં આવતા ભારતીય દંડ સહિતા કલમ-૨૮૩ મુજબનો ગુન્હો કરેલ છે.
અડચણ રૂપ થાય તે રીતે રોડની વચ્ચોવચ રાખીને પેસેન્જર ભરતા અને વધુ ઝડપે રીક્ષા ચલાવતા ચાલકો સામે પોલીસ ખાતાની આ કાર્યવાહીની સરાહના થઇ રહી છે.

પીધેલ પકડાયા
(1) અનાર્મ પો.હેડકોન્સ. વનરાજસિંહ અભેસિંહ ઝાલા તથા પો.કોન્સ. હિતેન્દ્રસિંહ મનુભા ઝાલાએ મહાદેવભાઇ રઘુભાઇ ખાંડેખા જાતે-રાજગોર બ્રામ્હણ ઉ.વ.૬૦ રહે-વાંકાનેર ભાટીયા સોસાયટી ગંગેશ્વર મહાદેવ મંદીર પાસે પીધેલ પકડાયા.
(2) પો.કોન્સ. દિનેશભાઇ વશરામભાઇ સોલંકી અને પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળાએ આરોગ્યનગર જ્ઞાનગંગા સ્કુલ પાસેથી જીવણભાઈ ધીરૂભાઈ પીપળીયા જાતે કોળી વ-૩૦ ધંધો મજુરી રહે.વાંકાનેર આરોગ્યનગર બસ સ્ટેશન પાસે પીધેલ પકડાયા.
(3) અનાર્મ લોકરક્ષક અજયસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડાએ ઢુવા-માટેલ રોડ સ્ટેપીના સીરામીક પાસે મોટર સાયકલ સર્પાકારે ચલાવતા રમેશભાઇ ઉર્ફે રમલો કરશનભાઇ સાડમીયા જાતે દેવીપુજક ઉવ.૨૩ રહે. હાલ-ઢુવા-માટેલ રોડ, સ્ટેપીના સીરામીક પાસે મુળ ગામ- અકાળા તા.ચોટીલા કેફી પીણું પીધેલ. તેમનું મોટર સાયકલ GJ-36-0-7335 કીમત રૂ.૩૦,૦૦૦ કબ્જે કરેલ છે.

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
સિંધાવદર દારૂ ઝડપાયો
પો.કોન્સ મોમજી રામજી ચૌહાણ તથા પો.કોન્સ મનજીભાઇ હમીરભાઇ શિયાળે સિંધાવદર બસ સ્ટેન્ડ પાસે નટુભાઇ સોમાભાઇ વિરસોડીયા જાતે કોળી ઉ.વ.૪૮ રહે. સિંધાવદર લિંબાપરા પાસેથી દેશી દારૂ લીટ૨-૦૫ કી.રૂ.૧૦૦/- મળતા કાયદેસર કાર્યવાહી કરેલ છે

નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર

તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30

કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર

વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી

દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏

Content Copying Forbidden !!

error: Content is protected !!