જોધપર ખારી, મહીકા અને હોલમઢના શખ્સોનો સમાવેશ
વાંકાનેર: તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા જોધપર ખારી, મહીકા અને હોલમઢના શખ્સો પકડાયા છે.
જાણવા મળ્યા મુજબ કોઠીથી હોલમઢ જવાના રસ્તે દરગાહની બાજુમાં લાઇટના અજવાળે જાહેરમાં ચાર ઇસમો તીનપતીનો જુગાર રમતા પકડાયા છે. જેમાં (૧) ચંદુભાઈ કાળુભાઈ દેત્રોજા (ઉ.વ.૪૨) ધંધો ડ્રાઇવીં ગ રહે, જોધપર ખારી (૨) દામજીભાઇ ઘોઘાભાઇ ધોળકીયા (ઉ.વ.૩૨) ધંધો મજુરી રહે.જોધપર ખારી
(૩) મહેશભાઈ દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઇ રોજાસરા (ઉ.વ.૧૮) ધંધો મજુરી રહે. મહીકા અને (૪) દીનેશભાઈ મગનભાઇ ચારલા (ઉ.વ.૩૩) ધંધો ડ્રાઇવીંગ રહે. હોલમઢ વાળાનો સમાવેશ થાય છે….
પોલીસ ખાતાએ રૂપિયા ૬,૫૦૦ નો મુદ્દામાલ પકડી ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે. કાર્યવાહી આર્મ એ.એસ.આઇ. ચમનભાઈ ડાયાભાઇ ચાવડા, પો. કોન્સ. સંજયસિંહ જાડેજા, વીજયભાઇ ડાંગર તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે….