વાંકાનેર: મળેલ બાતમીના આધારે જુગાર અંગે રેઇડ કરવા સારૂ જુગારધારા કલમ-૬ મુજબનું વોરંટ મેળવી પોલીસ સ્ટાફના માણસોએ
કોટડાનાયાણી ગામના સો વારીયા મકાન પર રેડ કરતા (૧) મહેબુબભાઈ ગગુભાઈ સમા (ઉ.વ.૬૧) રહે. કોટડાનાયાણી (૨) સતાભાઈ કડવાભાઈ વરૂ જાતે ભરવાડ (ઉ.વ.૪૪) રહે. કોટડાનાયાણી (૩) ભુપતભાઈ શીવાભાઈ ઓળકીયા જાતે કોળી (ઉ.વ.૪૭) રહે. હાલ મીતાણા ડેમી-૧, ની બાજુમાં તા.ટંકારા અને (૪) યુસુફભાઈ તમાચીભાઈ ઠેબા (ઉ.વ.૪૪) રહે. ચાંમુડા હોટલ પાછળ, ટંકારા સામે કાર્યવાહી કરેલ છે.
આરોપી નંબર-(૧) નાએ પોતાની કબજા ભોગવટાની વાડીની ઓરડીમાંથી આરોપી નં-(૨)થી (૪) ને બોલાવી જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી રોકડ રૂ.૨૯,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ચારેય ઇસમો મળી આવતા તમામે જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો નોંધેલ છે.
આ રેડમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ હરીશચંદ્રસિંહ જાડેજા, પો.કોન્સ.હરીચંન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા સામેલ હતા.
દારૂ સાથે:
(1) પંચાસીયા દેવીપૂજક વાસમાં રહેતા દેવા રાયમલભાઈ કોંઢીયા (2) તીથવા ધાર લાલશાનગર રહેતા રાધીબેન બચુભાઈ જખાણીયા (3) ઢુવા માટેલ રોડ અમરધામ પાસેથી ભાનુબેન મુનાભાઇ દેત્રોજા અને (4) માટેલ રોડ વિકાસ હોટલ પાછળથી સવિતાબેન રમેશભાઈ માથાસુરીયા દારૂ સાથે પકડાયા
પીધેલ:
કુંભારપરા શેરી નં 2 માં રહેતા સુલેમાન હુસેનભાઇ કુરેશી પીધેલ પકડાયા