કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ નહીં કરી શકાય

રાજયની ખાનગી શાળાઓની ફી ઓનલાઈન જાહેર કરતી FRC

રાજકોટ ઝોનની ખાનગી શાળાઓની ફીનું માળખું હવે પછી

5980 ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ હવે ફી ની વધુ રકમ ઉઘરાવી શકશે નહીં
નિયમોનો ઉલાળીયો કરી ફી વસૂલનારી સંસ્થાઓની ફરિયાદ વાલીઓ-વિદ્યાર્થીઓ હવે સીધી શિક્ષણ વિભાગમાં કરી શકશે

રાજયમાં ખાનગી શાળાઓ દ્વારા ફી નિયમન કમિટી (એફઆરસી)એ નિયત કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધી ફીની રકમ વસુલતી હોવાની ફરિયાદો સતત ઉઠી રહી છે. ત્યારે હવે આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી નિયમન કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે.

સમગ્ર ગુજરાતની 5,780 ખાનગી સ્કૂલની નિયત ફી જેમા એક આર.સી.ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે. વધારાની ફી વસૂલાતી હોવાની વાલીઓની ફરિયાદો ઉઠતી હતી જેમા અમદાવાદે શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ 2017માં FRC અમલમાં આવ્યા છતાં અનેક સ્કૂલોએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.

નવા ઓર્ડરમાં ટર્મ કે એડમિશન ફીની અલગથી છૂટ નથી આપી તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે. હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વની વાત એ છે કે નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે.

નોટિસ બોર્ડ પર ફીના ઓર્ડર લગાવવાની સૂચનાનું પાલન થતું નહોતું અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના હોવા છતાં ઘણી જગ્યાએ તેનું પાલન થતું નહોતું.

પરિણામે વાલીઓ અજાણ રહેતા. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે. રાજકોટ ઝોનની ખાનગી શાળાઓની ફીનું માળખું હવે પછી જાહેર કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

 

Content Copying Forbidden !!

error: Content is protected !!