વિશાળ સંખ્યામાં લાભ લેતા રાહદારીઓ
વાંકાનેર: વાંકાનેરમાં દરવર્ષની માફક ચાલુ વર્ષે પણ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા એક મહીના માટે નિ:શુલ્ક ઠેડી છાસ વિતરણ કેન્દ્ર મેઈન બજાર ચાવડીચોક ખાતે શરૂ કરવામાં આવેલ છે.
હાલમાં અસહ્ય તડકામાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા રાહદારીઓ તથા શહેરની જનતા માટે દરરોજ બપોરે ઠંડી છાસ વિતરણ કરવામાં આવી રહી છે. આજનો બહોળી સંખ્યામાં રાહદારીઓ લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત શહેરના પચ્ચીસથી વધુ પરિવારોને દરરોજ બપોરે એક-એક લિટર ઠંડીછાસ પણ પહોચાડવામાં આવી રહી છે. આ સેવાકિય પ્રવૃતિમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશનના અગ્રણી બિપીનભાઈ દોશી (દોશી બ્રધર્સ)ની દેખરેખ હેઠળ આ કાર્યમાં સચીનભાઈ, ભવાનીભાઈ તથા ભુરાભાઈ રાજગોર પણ નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે.