વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની સત્તાવાર જાહેરાત
વાંકાનેર: અસરગ્રસ્ત પશુપાલકોને નિ:શુલ્ક ઘાસચારો આપવામાં આવશે. હાલ પુષ્કળ પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉપ્લબ્ધ છે. સરકાર પશુપાલકોની મદદ માટે સતત પ્રયત્નશીલ છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જાહેરાત કરી છે.


બીપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે અસર વર્તાઈ છે. અંદાજે એક લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે પશુપાલકોને પશુ માટેના ઘાસચારાને લઈને હાલાકી ન વેઠવી પડે તે માટે સરકારે પગલાં લીધા છે.


વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વાવાઝોડાના અસરગ્રસ્તોને વિનામૂલ્યે (મફતમાં) ઘાસચારો આપવામાં આવશે.
