કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જિલ્લાના આઝાદીના લડવૈયાઓનું થશે સન્માન

વારસદારોએ સંપર્ક કરવા અપીલ

મોરબી જીલ્લા રમત ગમત અધિકારીનો સંપર્ક કરવો

મોરબી જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં આઝાદીના મહાન લડવૈયાઓ, વિવિધ સત્યાગ્રહો સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જીલ્લામાં બનેલ અનસંગ ઘટના, સત્યાગ્રહ અને મહાનુભાવોની ગાથા સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવા માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે,

જેમાં વોકર કરાર, નાનાસાહેબ પેશ્વા સમાધિસ્થળ, ખાખરેચીનો સત્યાગ્રહ અને મોરબીનો સત્યાગ્રહ તેમજ અનસંગ મહાનુભાવો જેવા કે પ્રભાશંકર પટ્ટણી, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્રીમદ રાજચંદ્ર, કુંવરજી ખેતશી પારેખ, હીરજી જેરામ કડિયા, શ્રી જમનાદાસ “ભિક્ષુક”, છગન ઘેલા રાવલ, રેજીવણદાસ કે.વેદ, શાંતિલાલ દીપચંદ દફતરી અને પ્રાણલાલ “મહાત્મા” ના પરિવારના સભ્યો કે સગા સંબંધીઓને સંપર્ક કરવા જણાવ્યું છે.

મોરબી જીલ્લા રમત ગમત અધિકારી બી. એસ. નાકીયા મોબાઈલ નંબર 97149 04669 પર સંપર્ક કરવા જણાવ્યું છે મહાન લડવૈયાઓના પરિવારના સભ્યો, સગા સંબંધીઓઓની યાદી તૈયાર કરી સન્માન સમારોહ યોજાશે તેમ યાદીમાં જણાવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!