મકતાનપર અને આરોગ્યનગરના શખ્સ નશો કરી વાહન ચલાવતા પકડાયા
વાંકાનેર: વાણંદ મિત્રે આપેલા ઉછીના પૈસા પાછા માંગતા અને પોતાની પાસે ન હોઈ પછી આપવાનું કહેતા ભરવાડપરામાં રહેતા રબારી યુવાન પર છરી વડે એક ઘા મારી ઈજા કરવાનો બનાવ બન્યો છે….
જાણવા મળ્યા મુજબ ભરવાડ પરા શેરી નં.૦૫માં રહેતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયા જાતે.રબારી (ઉ.વ.૩૫) ધંધો. ડ્રાઈવીંગ વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૮/૦૯/૨૦૨૪ ના સાંજના પોતે, તેના મિત્ર અજય રાઘવભાઈ ગમારા તથા જયેશ માત્રાભાઈ બાંભવા ત્રણેજણા ચન્દ્રપુરના ઓવરબ્રીઝ નીચે ઉભા હતા, તે દરમ્યાન ફરિયાદીને નિલેશ ખીમજીભાઈ વાણંદ રહે. ભાટીયા સોસાયટી જલારામ જીન પાસે વાંકાનેર વાળાનો આવેલ કે ‘હુ તારી પાસે રૂ. ૧૩,૦૦૦/- માંગુ છુ, તે મારે અત્યારે જોઈએ છે’ જેના જવાબમાં પોતાની પાસે હાલ પૈસા
નહીં હોવાનું જણાવતા થોડીવારમા નિલેશ ખીમજીભાઈ વાણંદ તથા રધુભાઈ કાઠી ચન્દ્રપુરના ઓવરબ્રીઝ નીચે આવેલ અને પૈસાની ઉઘરાણી કરતા ફરિયાદીએ પછી આપવાનું કહેતા સારૂ નહી લાગતા નીલેશે છરી કાઢી મારવા જતા ડાબો હાથ આડો કરતા છરીનો ઘા
કોણીના ભાગે હાથના બાવળા પર લાગેલ અને રઘુભાઈ કાઠી પણ ફરિયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારવા લાગેલ. માણસો ભેગા થઈ ગયેલ. સાથેના જયેશ ફરિયાદીને તેની ઈકો ગાડીમા સારવાર માટે વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ. વધુ સારવાર માટે મોરબી સરકારી દવાખાને રીફર કરેલ છે જ્યાં નવઘણ વજાભાઇ રબારી અને મહેશ ચીનાભાઇ ટમારીયા હાજર છે….
પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૫૪, તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ તથા જીલ્લા મેજી.સા. મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
મકતાનપર અને આરોગ્યનગરના શખ્સ નશો કરી વાહન ચલાવતા પકડાયા
મકતાનપરમાં રહેતા રમેશભાઈ તેજાભાઈ દેલવાડીયા (ઉ.વ.34) વિઠઠલપરના બોર્ડ પાસે હીરો એચ.એફ. ડીલક્સ મોટર સાયકલ રજી. નંબર જી.જે. ૩૬ ઇ. ૯૦૧૫ કી.રૂ.૨૫ ૦૦૦ વાળું અને આરોગ્યનગર ગાયત્રી મંદિર રોડ પર રહેતા વિજય મનજીભાઇ રાઠોડ (ઉ.વ.40) ને ગાયત્રી મંદિર રોડ પરથી મોટર સાયકલ રજી. નંબર જી.જે. ૩ ડીએ 7867 વાળું કેફી પીણું પીધેલ હાલતમાં ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ વગર પોતાના હવાલાવાળું જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૩, ૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬ ૧ બી મુજબ નોંધેલ છે…