પૂજાપાઠ – પ્રાર્થના શ્રદ્ધા સાથે ભક્તોની મોટી ભીડ જોવા મળી
વાંકાનેર અહીં આવેલા ભાટિયા સોસાયટી ખાતે તાજેતરમાં મોગલ મા ના ભક્તો દ્વારા પૂજાપાઠ પ્રાર્થના સાથે માં મોગલનું ફૂલેકું ભાટિયા સોસાયટીથી સીટી સ્ટેશન સુધી બેન્ડબાજા સાથે ધામધૂમે પસાર થયું હતું,
જેમાં ફક્ત એ માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સરળતા સાથે ઉજવણી કરી હતી. નોંધનીય છે કે માં મોગલ ના ભક્તો સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વસવાટ કરે છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામા આવેલા ભીમરાવ ગામ ખાતે માં મોગલ નું મંદિર આવેલું છે અને ભાવનગર જિલ્લાના ભગુડા ગામમાં પણ મા મોગલના મંદિરે ભક્તોની ભીડ રહે છે. કચ્છના રણ વિસ્તાર એવા કબરાઉ ખાતે પણ મા મોગલ નું મંદિર આવેલું છે, જેથી માના ભક્તો માના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને દર્શન અર્થે ભક્તિ ભાવથી શ્રદ્ધા સાથે પૂજા પાઠ પ્રાર્થના કરી રહ્યા છે, જેમાં માં મોગલના ભક્ત એવા વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા માં મોગલ ના ભક્ત આશાબેન રાધવભાઈ મકવાણાના ધરેથી ફુલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું ..
જેમાં ભાટિયા સોસાયટીની બહેનો દ્વારા મા મોગલના પૂજાપાઠ – પ્રાર્થના શ્રદ્ધા સાથે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. આ માં મોગલના ફુલેકા કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી માં મોગલના ભક્ત દર્શન અર્થે ફૂલેકામાં હાજરી આપી હતી.