કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આવતી કાલથી ધો. 10 અને 12 ની પરીક્ષા શરુ થશે

ધો.10ના સિધાવદર, ચંદ્રપુર, પીપળીયારાજ, વાંકાનેર આદર્શ સેન્ટરનો અને ઘો.12 સામાન્ય પ્રવાહમાં વાંકાનેરનો સમાવેશ

મોરબી જિલ્લામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 80 સ્થળો, 17 સેન્ટર અને 825 બ્લોકમાં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -કુલ 1647નો સ્ટાફ પરીક્ષા કાર્ય માટે ફાળાવ્યો છે

આવતી કાલ 14 માર્ચથી ધો.10, 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી હોય ત્યારે ગત વર્ષ કરતા આ બોર્ડની પરીક્ષામાં આ વખતે વિદ્યાર્થીઓનો વધારો થયો છે. જો કે અગાઉ કોરોના કાળ દરમિયાન 9માં ધોરણમાં માસ પ્રમોશનને લીધે આ વખતે ધો.10માં વિદ્યાર્થીઓ વધ્યા છે.જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં થોડા વિદ્યાર્થીઓ ઘટયા છે. 

ધો.10ની કુલ 10 સેન્ટર ઉપર 46 સ્થળો, 472 બ્લોકમાં 13947 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં 932 જેટલો સ્ટાફ પરીક્ષામાં સુપરવિઝન કરશે. ધો.10ના 10 સેન્ટરમાં મોરબી, ટંકારા, પીપળીયા, જેતપર-મચ્છુ, હળવદ, સિધાવદર, ચંદ્રપુર, પીપળીયારાજ, વાંકાનેર આદર્શ સેન્ટરનો સમાવેશ થાય છે. જ્યારે ઘો.12 સામાન્ય પ્રવાહમાં 4 સેન્ટરમાં મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ સેન્ટરના 28 સ્થળોના 265 બ્લોકમાં 7909 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 545 સ્ટાફ પરીક્ષાનું કાર્ય સંભાળશે. ઘો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી, હળવદ અને વાંકાનેર એમ ત્રણ સેન્ટરમાં 8 સ્થળોના 88 બ્લોકમાં 1731 વિદ્યાર્થીઓ અને 168નો સ્ટાફ ફાળવાયો છે. આ રીતે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 80 સ્થળો, 17 સેન્ટર અને 825 બ્લોકમાં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમજ કુલ 1647નો સ્ટાફ પરીક્ષા કાર્ય માટે ફાળાવ્યો છે. 

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

પેપર ફૂટવાની સતત ઘટનાઓને લઈને પેપરોનું સ્થળ પર પહોંચે ત્યાં સુધી સતત મોનીટરીંગ કરવામાં આવશે. જેના માટે પાટા એપ્લિકેશન બનાવવામાં આવી છે. જિલ્લા કક્ષાની સ્ક્વોડને બદલે આ વખતે દરેક સ્થળ-બિલ્ડીંગો ઉપર કલાસ વન ટુના અધિકારીઓને ઓબ્ઝર્વેશન માટે મુકવામાં આવશે. સાથે સાથે સ્ક્વોડ પણ પરીક્ષાનું મૂલ્યાંકન કરશે.

પરીક્ષા લેવાનાર દરેક વર્ગખંડોને સીસીટીવીથી સુરક્ષિત કરાયા છે. બોઇઝ હાઈસ્કૂલમાં રિસીવિંગ અને ડીસ્પેચ સેન્ટર રાખવામાં આવ્યું છે. ધો. 10ના ઝોનલ અધિકારી તરીકે બી.એલ. ભાલોડિયા અને ધો.12માં ઝોનલ અધિકારી તરીકે બી.એન.વિડજાની નિમણુંક કરવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!