ધમલપરની સીમમાં ખેતરમાં પાણી આવવા મામલે ધમાલ, સામસામી ફરિયાદ- ગૌવંશની ગેરકાયદે હેરફેર કરતા ઝડપાયો, એક ફરાર- ઢુવામાં ઉઘરાણીમાં ચાર શખ્સોએ વેપારીને માર માર્યો- મકતાનપરમા દરજી ઝડપાયો દેશી દારૂ સાથે
ધમલપરની સીમમાં ખેતરમાં પાણી આવવા મામલે ધમાલ, સામસામી ફરિયાદ
ધમલપર ગામે રહેતા મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવારની વાડીમાં બાજુમાં કારખાનું ધરાવતા કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયા, રહે વિશીપરા વાંકાનેર વાળાનું પાણી આવતું હોય મોહયુદીનભાઇએ પોતાની વાડીમા પાણી નહીં આવવા દેવા બાબતે કહેતા આરોપી કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયાએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ લોખંડના સળીયા વડે માથામા બે ત્રણ ઘા મારી હેમરેજ જેવી ઇજા પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૬,૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.

જ્યારે સામાપક્ષે કૌશીકભાઇ ઉર્ફે કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયાએ પોતાના કારખાનાની મોટર બંધ થઈ જતા આરોપીના ખેતરમાં પાણી જતું હોય આરોપી મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવારે લોખંડના પાઇપ વતી માથાના ભાગે મારતા ઇજા કરી વાસામા તથા પાછળના ભાગે લોખંડનો પાઇપ મારતા મૂઢ ઇજાઓ પહોચાડી હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪,૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ગૌવંશની ગેરકાયદે હેરફેર કરતા ઝડપાયો, એક ફરાર
રાતીદેવળી ગામ નજીકથી દીપકભાઈ દિલીપભાઈ ખાંડેખા સહિતના ગૌરક્ષકોએ બોલેરો પિકઅપ ગાડીમાં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહેલ વાછરડાને બચાવી લઈ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સામાં પોલીસે પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવા સબબ તરણેતર ગામના છના જીણા પરમારને ઝડપી લીધો હતો, જ્યારે બોલેરો ચાલક રાજ નામનો શખ્સ નાસી ગયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે રૂ.2 લાખની બોલેરો ગાડી કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો અધિનિયમ કલમ-૧૧(૧)(ડી)(ઈ)(એફ)(એચ) તથા પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ કલમ-૫,૬,૮,૯,૧૦ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ઢુવામાં ઉઘરાણમાં ચાર શખ્સોએ વેપારીને માર માર્યો
ઢુવા ચોકડી નજીક જય અંબે સીલેક્શન નામની દુકાન ધરાવતા ગીરીષભાઇ મેઘરાજભાઇ મોહીનાણીએ ઉધારમાં કાપડની ખરીદી કરી હોય આરોપી દીપકભાઇ સતવારા, દીપેશભાઇ સતવારા, દશરથભાઇ સતવારા રહે ત્રણેય-મોરબી તથા એક અજાણ્યા શખ્સે બાકી નીકળતા રૂપિયા 40,000ની ઉઘરાણી કરી ગીરીષભાઇને ભુંડા બોલી ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ મારી સાહેદ મોહન પ્રકાશ રજકને લાકડાના ધોકા વડે શરીરે માર મારતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

મકતાનપરમા દરજી ઝડપાયો દેશી દારૂ સાથે
મકતાનપર ગામે સ્મશાન પાછળ આવેલા ખરવામાં દરોડો પાડી સિલાઈ કામ કરતા આરોપી જીતેશ ઉર્ફે જીતો કરમશીભાઈ અબાસણીયા નામના યુવાનના કબ્જામાંથી 300 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 3,260 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
