કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર પો.સ્ટે.ના ગુનાનો ફરાર આરોપી પકડાયો

ઘુનડા ગામે શેરીમાંથી નીકળવું નહીં તેવું કહીને યુવાનને મારી નાખવાની ધમકી

વઢવાણ: પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડ્યાએ જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ કરી નાસતા ફરતા આરોપીઓ બાબતે હકીકતો મેળવી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરીને જરુરી સુચના માર્ગદર્શન કરેલ…

જે અન્વયે એસઓજી શાખા પો.ઇન્સ. બી.એચ. શીંગરખીયા, એન.એ. રાયમાનાઓની ટીમ દ્વારા એક્શન પ્લાન બનાવી પેટ્રોલીંગ કરી હ્યુમન સોર્સીસ ટેકનીકલનો ઉપયોગ કરી વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના માર્ગદર્શન સાથે એસઓજી દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ…

જે અન્વયે તા.10-12ના રોજ નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતો તે દરમ્યાન ચેહરભાઇ અમરશીભાઇ ઝીંઝુવાડીયાએ ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી સચોટ બાતમી મેળવી મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ 406, 411, 114 મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી દેવારામ ભંવરલાલ ગુર્જર (ઉ.વ. 41, રહે. જોગડાવાસ, બજાર કા બાસ, તા. મારવાડ જંકશન)ને બજાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી હસ્તગત કરી આરોપીને બજાણા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે…

ઘુનડા ગામે શેરીમાંથી નીકળવું નહીં તેવું કહીને યુવાનને મારી નાખવાની ધમકી
ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા મેરૂભાઈ વિનોદભાઈ પાટડીયા (24) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુર જયંતીભાઈ પરેચા રહે. ઘુનડા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ અગાઉ ફરિયાદીની સાથે માથાકૂટ કરેલ હતી તે બાબતનો ખાર રાખીને ફરિયાદી યુવાનને આરોપીએ શેરીમાંથી નીકળવું નહીં તેમ કહીને અને ત્યારબાદ લાકડી વડે તેને જમણા પગના ગોઠણના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!