કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગારિયાનો દારૂના કેસમાં ફરાર બૂટલેગર ઝડપાયો

દારૂના કેસમાં વીરપરના બે અને રાતીદેવડીના જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેર: દારૂના કેસમાં વાંકાનેર તાલુકાના ગારીયા ગામના વતની ફરાર જાહેર થયો હતો, જેને પોલીસ ખાતાએ ઝડપી પાડયો છે….જાણવા મળ્યા મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં આજથી સાત મહિના પહેલાં ઇંગ્લિશ દારૂનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો. જે દારૂના કેસમાં વાંકાનેર તાલુકાના ગારીયા ગામના વતની કિસન નરોત્તમભાઈ દુધરેજીયાનું નામ ખુલ્યું હતું. અને તેને ફરારી જાહેર કરાયો હતો. ઉપરોક્ત આરોપી વાંકાનેરમાં રોડ પર ઉભો છે, તેવી બાતમીના આધારે ધ્રોલ પોલીસ સ્ટેશનની ટુકડીએ વાંકાનેર આવી ઉપરોક્ત આરોપી કિશન દુધરેજીયાને ઝડપી લીધો છે, અને તેને ધ્રોળ પોલીસ મથકે લઈ ગયા પછી વધુ પૂછપરછ હાથ ધરી છે….દારૂના કેસમાં વીરપરના પકડાયા:
વાંકાનેર તાલુકાના વીરપર ગામના (1) જાલાભાઇ ઉર્ફે લાલો જાગાભાઇ ડાભી (ઉ.વ.25) અને (2) સંજયભાઇ મેહુરભાઈ ડાભી સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાયો છે….જાણવા મળ્યા મુજબ વીરપરના વતની ભરવાડ સંજયભાઈ મેહુરભાઇએ દેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ હાજર મળી આવેલ આરોપી જાલાભાઇ ઉર્ફે લાલો જાગાભાઈ ભરવાડને આપતા આરોપી જાલાભાઇ કોઇ પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ લી.૧૦ કી.રૂ.૨૦૦૦/- પોતાના કબ્જામાં રાખી વેચાણ કરતો મળી આવતા બંને આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી પ્રોહીબિશન એકટ કલમ ૬૫ એ. ૮૧ મુજબ પોલીસે ગુન્હો નોંધ્યો છે. જાલાભાઇ ઉર્ફે લાલો માટેલની સીમમાં એસ્કોન સીરામીક સામે તળાવ કાંઠે બેસી કોથળીઓ સાથે પકડાયો હતો….પીધો: પોલીસ સ્ટેશને લાવ્યા:
વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર આઝાદ ગોલા પાછળ રહેતા સંજય વલ્લભભાઈ પરમાર દેવીપૂજકને નશાની હાલતમાં પોલીસ સ્ટેશને બકવાસ કરતો લથડીયા ખાતો હોઈ કાયદેસર કાર્યવાહી કરેલ છે….રાતીદેવડીના જુગાર રમતા પાંચ પકડાયા
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની પાદરડુ તરીકે ઓળખાતી સીમ ખરાબામાં બાવળની કાટમાં જાહેરમા જુગાર રમતા રોકડા રૂ. ૧૦,૪૩૦/- સાથે પાંચ પકડાયા છે. જેમાં (1) પ્રવીણસિંહ ધીરૂભા ઝાલા (2) વિનુભાઇ હમીરભાઇ વોરા (3) કિશોરભાઇ હીરાભાઇ વોરા (4) પ્રવિણભાઈ કાળુભાઇ વોરા અને (5) મહેશભાઇ ગોરધનભાઇ વોરાનો સમાવેશ થાય છે. તેઓની સામે જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!