કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સિલરની કામગીરી

“સ્ત્રી એટલે ઈશ્વર પછીની બીજી સર્જનહાર” ઉક્તિને સાર્થક કરતા તેજલબા ગઢવી

વાંકાનેર: સ્ત્રીનું જીવન તેની ફરજો અને લાગણીઓથી બનેલું છે. વાંકાનેર ની મહિલા છેલ્લા ચાર વર્ષથી પોતાના પિયરમાં છે, જેથી તેમના પિતાને તેની ચિંતા હોવાથી કોર્ટમાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ ભરણ પોષણનો દાવો કર્યો હતો. પરંતુ ચાર ચાર વર્ષ વિતી જતાં પણ મહિલાને પોતાનું ભરણ પોષણ મળતું ન હતું.


ઉલ્લેખનીય છે કે ,મહિલાના પતિ ઉપર દર મહિને ૪૫૦૦ રૂપિયાનું નામદાર કોર્ટએ ભરણ પોષણ બંધાવેલું પરંતુ મહિલાના પતિ દ્વારા તેના હકો છીનવી લેવામાં આવ્યા હતા. આ મહિલાના બે બાળકો છે અને તેમના લગ્નનો આશરે વીસ વર્ષ જેટલો સમયગાળો પૂરો થયેલ હતો.
પરંતુ સાસરી પક્ષ દ્વારા મહિલા લને વારવાર શારીરિક, માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલા તેના પિયર માં આવી ગઈ હતી. મહિલા તેના બે બાળકોને સાચવી પોતાની સાથે રાખી ઉછેર કરતી પરંતુ સમય જતાં તેને પોતાના હક્ક માટે કોર્ટમાં જવાની જરૂર પડી અને નામદાર કોર્ટનો હુકમ હોવા છતાં પણ તેના સાસરિયાં દ્વારા મહિલાના હકોને છીનવી લેવામાં આવ્યા હતા.


આવા સંજોગોમાં મહિલા ના પિતાએ તેની દીકરીની તકલીફ જોઈ અને વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સિલર તેજલબા ગઢવી પાસે પોતાની આશા લઇને આવ્યા હતા. વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રમાં મહિલાની આપવીતી જાણવામાં આવી હતી અને વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર ખાતે મહિલા ને સાંત્વના આપવામાં આવી હતી. થોડા સમયમાં જ મહિલાના પિયરની વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર ના કાઉન્સિલર તેજલબા ગઢવી અને સીટી પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ.શ્રી ડી.વી. કાનાણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ તેના હકો અંગે સાસરી પક્ષના વિરુદ્ધની મહિલા પાસેથી અરજી મેળવી અને અરજી ના આધારે મહિલાના સાસરી પક્ષને વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર ખાતે બોલાવવામાં આવ્યા હતા.

બંને પક્ષના પરિવાર વચ્ચે ચર્ચા વિચારણા કરીને મહિલાના હકો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આથી મહિલાના સાસરી પક્ષ દ્વારા મહિલા ને જે ચાર વર્ષથી ભરણ પોષણ આપવામાં આવ્યું ન હતું તે ભરણ પોષણ મહિલાને અપાવીને મહલાને સહાય કરવામાં આવી હતી.અથાગ પ્રયત્નો બાદ અંતે મહિલાને યોગ્ય ન્યાય અપાવવામાં આવ્યો હતો. જેથી મહિલા અને તેના પરિવારે વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર તેજલબા ગઢવી તથા વાંકાનેર સીટી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિલાને ન્યાય અપાવવા માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.વી. કાનાણી અને મહિલા સહાયતા કેન્દ્ર વાંકાનેરના દીપિકા દેશાણી દ્વારા પણ જેહમત ઉઠાવવામાં આવી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!