વાંકાનેર: તાલુકામાં મોમીન સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગેલેક્સી બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુસ્લિમ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું…
આ વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં ગેલેક્સી બેંક દ્વારા શિલ્ડ અને ગિફ્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને વાંકાનેર પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદા અને અતિથિ વિશેષ તરીકે અમદાવાદથી નઇમ બેગ મિર્ઝા (મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બીજા અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ પણ વિશેષ હાજરી આપી હતી. પ્રસંગને અનુરૂપ ઈરફાન પીઝાદા, મહંમદજાવિદ પીરઝાદા અને નઇમ બેગ મિર્ઝાએ ઉદ્બોધન કર્યું હતું અને વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરી પોતાની કારકિર્દી ઘડે અને તેમાં સફળ થાય એવી શુભેચ્છા પાઠવી હતી…
નેઇમ બેગ મિર્ઝાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે ખૂબ મહેનત કરવાની સલાહ આપી હતી. અને ઉચ્ચ કારકિર્દીના ઘડતર માટે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી…
કાર્યક્રમની શરૂઆતમાં ગેલેકસી બેન્કના સ્થાપક અને એમડી અબ્દુલભાઈ બાદીએ ગેલેક્સી બેંક વિશેની માહિતી આપી હતી. જ્યારે કાર્યક્રમના અંતે ચૌધરી સાહેબે આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ગની પટેલ અને ભાલારા સાહેબે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ગેલેક્સી બેંકના મેનેજર લિયાક્ત બાદી અને તેમની ટીમે ભારે જહમત ઉઠાવી હતી…