બાદી સારાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મળતા અભિનંદન
વાંકાનેર: આજે મોરબી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગેલેક્સી સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.


ગેલેક્સી સ્કૂલની આ પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સ્કૂલ, વાલીઓ અને સમગ્ર વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. હવે સારા બાદી પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.


સારા એ આ સફળતા મેળવવા બદલ સારા અને તેને તૈયારી કરાવનાર શિક્ષકોને સ્કૂલના સ્ટાફ અને મેનેજમેન્ટે તેઓને અભિનંદન પાઠવ્યા હતા.