સાત પકડાયા, બે ભાગ્યા 42,500ના મુદ્દામાલ જપ્ત કરતું પોલીસ ખાતું
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ભેટ ચોકડીએ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લીધા હતા. જો કે દરોડા દરમિયાન બે જુગારી નાસી જતા કુલ નવ શખ્સો વિરુદ્ધ જુગારધારા અન્વયે પોલીસે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે લૂણસર નજીક આવેલ ભેટ ચોકડીએ બાતમીને આધારે દરોડો પાડી જાહેરમા જુગાર રમી રહેલા હકાભાઇ બાબુભાઇ અઘેરા, અરવીંદભાઇ ધીરાભાઇ ડુમાણીયા, રઘાભાઇ ઉર્ફે રઘો અમરશીભાઇ કારેલીયા, જયંતીભાઇ કરમશીભાઇ કાંજીયા, દીપભાઇ નકુભાઇ ખાચર, શંભુભાઇ ઘોઘજીભાઇ જંજવાડીયા અને ધારાભાઇ શામજીભાઇ મગવાનીયાને રોકડા રૂપિયા 12,500 તેમજ ડિસ્કવર બાઈક કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 42,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગારના આ દરોડા દરમિયાન આરોપી ભરત ધરમશીભાઇ કોળી અને મેહુલ દેવાભાઇ કોળી રહે-વરડુસર તા.વાંકાનેર વાળા નાસી જતા પોલીસ નવ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
