વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવળી રોડ પર આવેલ જસદણ સિરામીક પાછળ દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા (૧).વજુભાઇ દેવસી ગુગડીયા, (૨). રજનીભાઇ સરજુદાસ રામાવત, (૩). પ્રભુભાઇ ભીમજીભાઇ મક્વાણા અને (૪). રતિલાલ ગોવિંદભાઇ વોરા (રહે. દિગ્વિજયનગર, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 1,780 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામ નજીક આવેલ શિતળાધાર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દિનેશભાઇ અરજણભાઇ સાકરીયા અને રણછોડભાઇ જેસીંગભાઇ વીંઝવાડીયા (રહે. બંને માટેલ, તા. વાંકાનેર)ને રંગેહાથ તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 1800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.