વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી એસ આઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામથી કોટડા નાયાણી જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા આરોપી ખીમજીભાઈ ભગવાનજીભાઈ કાંજીયા, જગદીશભાઈ ઉર્ફે કાળુભાઈ શામજીભાઈ ઘેટીયા, શાંતીલાલ આંબાલાલ મારૂ, હરખાભાઈ જીવરાજભાઈ ઘેટીયા, નરેંદ્રભાઈ ઉર્ફે નંદાભાઈ ગોપાલભાઈ શેરસીયાને રોકડ રકમ રૂ. ૧૨,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં પંચાસીયા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપીને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચાસીયા ગામની વીડ તરીકે ઓળખાતી સીમના ખરાબામાં જાહેરમાં જુગાર રમી રમાતો હોવાની પોલીસખાતાને બાતમીના આધારે તપાસ કરતા ત્યાં જુગાર રમી રહેલા આરોપી સહદેવસિંહ જયવીરસિંહ જાડેજા, રાઘવજીભાઇ અજાભાઇ દેસાઇ, અમ્રુતલાલ રાઘવજીભાઇ વીડજા, સુરેશભાઇ પરસોત્તમભાઇ કાવર અને મગનભાઇ સુંદરજીભાઇ દલસાણીયાને રોકડ રકમ રૂ. ૧૭,૩૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસના બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના મયુરધ્વજસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા તથા હરીચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા સહિતના પોલીસકર્મીઓ જોડાયેલા હતા