બે રીક્ષા ડ્રાઇવર સહિત કુલ ચાર જણા સામે કાર્યવાહી
વાંકાનેર: જીનપરા રામ મંદીર પાસે વાંકાનેર સીટી પોલીસના સ્ટાફે ચાર જણાને જુગાર રમ્યા પકડયા છે.

જાણવા મળ્યા મુજબ ખાનગી રાહે મળેલ હકીકતના આધારે જીનપરા રામ મંદીર પાસે ચોકમાં જાહેરમા સ્ટ્રીટ લાઈટના અજવાળે પોલીસ ખાતાએ રેઇડ કરતા બે
રીક્ષા ડ્રાઇવર સહિત કુલ ચાર જણાને પકડેલ છે, જેમાં (૧) જનકભાઈ પરશોતમભાઈ બાવળીયા જાતે-કોળી (ઉ.વ.૩૭) રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૨ (૨) સુનીલભાઈ રમેશભાઈ રાણેવાડીયા જાતે-કોળી (ઉ.વ.૨૦) ધંધો-રિક્ષા ડ્રાઈવીંગ રહે. જીનપરા શેરી નં.૧૨ (૩) રફીકભાઈ જુમાભાઈ કુરેશી જાતે-મુસ્લીમ

(ઉ.વ.૨૨) ધંધો-રિક્ષા ડ્રાઈવીંગ રહે. જીનપરા શેરી નં.૧૦ અને (૪) રમેશભાઇ રામજીભાઈ ડાભી જાતે-કોળી (ઉ.વ.૩૪) ધંધો-મજુરી રહે. જીનપરા શેરી નં.૧૨ વાળાનો સમાવેશ થાય છે. કુલ 12.100 રૂપિયાનો મુદામાલ જપ્ત કરેલ છે. આ કાર્યવાહીમાં

પોલીસ હેડ.કોન્સ. વાંકાનેર સીટી પો.સ્ટે. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પો.હેડ. કોન્સ મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા, પો.કોન્સ. દર્ષીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, ધર્મરાજભાઈ પ્રવીણભાઈ કિડીયા તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડા જોડાયા હતા.
ધોકા સાથે પકડાયા:
સરતાનપર ચોકડી પાસેથી ચોટીલા તાલુકાના અકાળા ગામના રામકુભાઇ ગોવિંદભાઇ સાડમિયા પાસેથી ત્રણ ફૂટ લાકડાનો ધોકો મળી આવ્યો
પીધેલ:
કુંભારપરાના ફિરદૌસ અબ્દુલભાઇ મકરાણી અને પંચાસરના રાજેશ નરશીભાઈ પનારા પીધેલ પકડાયા છે
દારૂ સાથે:
પંચાસિયાના મુક્તાબેન ભયલાલભાઈ ઉર્ફે જુમો કોંઢીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
(1) જીનપરાના સુનિલ રમેશભાઈ રાણેવાડિયા (2) સમઢિયાળાના રામાભાઇ જેઠાભાઇ ઓળકીયા અને (3) સિપાઈ જવાશારોડના સાહિલ ઇસ્માઇલભાઈ મીરા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

