તાલુકા પોલીસ દ્વારા બે અલગ અલગ દરોડા 8 ઝડપાયા, 4 નાસી ગયા
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ઠીકરીયાળી અને અદેપર ગામે બાતમીને આધારે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી લીધા હતા જો કે, બન્ને દરોડામાં 4 આરોપીઓ નાસી જતા તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે અદેપર અને મેસરિયા વચ્ચે આવેલ ખોડિયાર માતાજીના મંદિર નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી આરોપી વનાભાઇ ગેલાભાઇ મેર, સંગ્રામભાઇ ધનજીભાઇ બાવરવા અને મહેશભાઇ વેલજીભાઇ ડાભીને પકડી પાડ્યા હતા જ્યારે આરોપી અશ્વિનભાઇ બચુભાઇ કોળી, મુન્નાભાઇ ઉર્ફે ટીનો પાંચાભાઇ કોળી અને રામજીભાઇ વિનુભાઇ કોળી નાસી ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 12,300 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.