કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સમથેરવામાં ઝડપાઇ જુગાર કલબ

રંગપર (મોરબી)ના મહાવીરસિંહની વાડીએ દરોડામાં 5 લાખનો મુદામાલ કબજે

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી, ત્યારે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા હતા; જેથી એલસીબીની ટીમે રોકડા રૂપીયા ૫,૦૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.


મોરબી જીલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સુચના મુજબ સ્ટાક કામ કરી રહ્યો છે, ત્યારે ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, તેજશકુમાર વીડજા ભરતભાઇ જીલરીયાને હકીકત મળેલ હતી કે, મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા રહે. રંગપર તાલુકો મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળી સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમી – રમાડી સાધન સગવડ પૂરા પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેથી ત્યા રેડ કરતા જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા હતા; જેથી પોલીસે રોકડ ૫.૫,૦૫,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે. હાલમાં જે આરોપીની પકડવામાં આવેલ આરોપીમાં મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા (રંગપર), કનુભાઇ નકુભાઇ ખાચર (રંગપર), પ્રવિણભાઇ વાલજીભાઇ કુંનતીયા (વરડુસર), મોમભાઇ નાથાભાઇ ડાભી (વરડુસર), દાનાભાઇ બીજલભાઇ ડાભી (વરડુસર), સંજયભાઇ લીંબાભાઇ બાબુતર (પીપળીયા -શુક્લ), મુકેશભાઇ બાબુભાઇ ઉડેસા (કડિયાણા તા: હળવદ) અને દિલીપભાઇ દેવશીભાઇ ખીમાણીયા (રાણેકપર તા: હળવદ) નો સમાવાશ થાય છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!