વાંકાનેર: તાલુકાના તીથવા કોળીવાસમાં પોલીસ ખાતાએ ચાર જણાને ગંજીપતાથી જુગાર રમતા પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ તીથવા કોળીવાસમાં (1) નવઘણભાઈ પ્રવીણભાઈ સીતાપરા (ઉ.30) રહે. તીથવા કોળીવાસ (2) મગનભાઈ કરશનભાઈ સાથલીયા (ઉ.50) રહે. તીથવા ધાર (3) દેશમભાઈ ઉદલીયાભાઈ ધાણક (ઉ.27) રહે. નવા પેટ્રોલ પંપની બાજુમાં મૂળ છોટા ઉદેપુર અને (4) દિનેશભાઈ વશરામભાઈ સીતાપરા (ઉ.35) રહે. તીથવા કોળીવાસ વાળાને જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ગંજીપતાના પાના તથા કુલ રોકડા રૂપીયા ૭૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ પોલીસ ખાતાએ નોંધેલ છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો