નાગાબાવાજીના મંદીરના ગ્રાઉન્ડ પાસે અને નવાપરામાંથી છ પકડાયા
વાંકાનેર: પેડક સોસાયટી નાગાબાવાજીના મંદીરના ગ્રાઉન્ડ પાસે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અજવાળે ગેરકાયદેસર જુગાર રમતા ચાર જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ પેડક સોસાયટી નાગાબાવાજીના મંદીરના ગ્રાઉન્ડ પાસે (1) મહેશભાઈ હરીભાઈ મકવાણા (ઉ.વ. 36) રહે. નાગાબાવાજીના મંદિર સામે (2) અંકુરભાઈ ભરતભાઈ ડાભી (ઉ.વ.35) રહે. આરોગ્યનગર બસ સ્ટેન્ડ સામે
(3) હકાભાઈ ગોવિંદભાઈ પલાણી (ઉ.વ.25) રહે. કુંભારપરા શેરી નં 6 અને (4) સરફરાજશા સલીમશા શાહમદાર (ઉ.વ.39) રહે. કુંભારપરા રામા મંદિર પાસે વાળાને ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ. ૧૩,૭૦૦/- સાથે આરોપીઓને પકડી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે…
પોલીસ ખાતાએ બીજા બનાવમાં વાંકાનેર નવાપરા શેરી નં.૨૨મા સ્ટ્રીટ લાઈટના અજવાળે (1) અમ્રુતભાઈ હેમંતભાઇ વેકરીયા (ઉ.વ. 20) રહે. નવાપરા અને (2) જગદીશ ઉર્ફે જગો રમેશભાઈ સીતાપરા (ઉ.વ. 40) રહે. નવાપરા વાળાને સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૩,૪૫૦/- સાથે પકડી જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે…