કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગણપતિ વિસર્જન જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે જ કરવું

વાંકાનેર: હાલ સમગ્ર વાંકાનેર પંથકમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ પંડાલોમાં ગણેશ સ્થાપના કરી પુજન-અર્ચન કરવામાં આવી રહ્યા હોય, ત્યારે આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન માટે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્થાપિત ગણપતિ વિસર્જન માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે……

વાંકાનેર શહેરી વિસ્તારમાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવેલ હોય, જેના વિર્સજન માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા વિર્સજન માટે વાંકાનેર તાલુકાના મોટા જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે આવેલ નવોદય વિદ્યાલયની પાસે નકકી કરવામાં આવેલ છે. આ જગ્યાએ વાંકાનેર શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનું વિર્સજન કરવાનું હોય, જેથી તમામ ગણેશજીની પ્રતિમાનું વિર્સજન નક્કી કરેલ જગ્યાએ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ જનહિતમાં ગણેશજીની પ્રતિમાનું અન્ય તળાવ, નદી, ચેકડેમ કે જળાશયમાં વિર્સજન ન કરવા અપીલ કરવા સાથે અન્ય જગ્યાએ વિસર્જન સામે કાયદેસરની કાર્યવાહી કરવા વાંકાનેર સીટી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!