વાંકાનેર શહેર નજીક આવેલી ભાટિયા સોસાયટીમા ગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં નાના ભૂલકાંઓનાં કનૈયા ગ્રુપ દ્વારા વિઘ્ન હર્તાની રંગે ચંગે પંડાલમાં સ્થાપના કરવામાં આવી હતી.
બાળકો દ્વારા દાદા નાં પંડાલ ને યથાશક્તિ ફાળો એકત્ર કરી શણગાર તેમજ રોશનીથી સોશોભિત કરવામાં આવેલ હતો. રોજ રાત્રે બાળકો દ્વારા આરતી ઉતારી પ્રસાદ ધરાવી દર્શનાર્થીઓને વહેચવામાં આવ્યો હતો. નવમા દિવસે સોસાયટીના અગ્રણીઓ ટીનુંભા જાડેજા , કિશોરસિંહ ઝાલા , અલ્પેશ ગોહિલ , ભરતભાઈ રાજગોર તેમજ મહિલા મંડળ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા બાળ ગ્રુપના પૃથ્વીરાજસિંહ ગોહીલ , રાઠોડ જૈમીશ, મઢવી જયું , ભાવસાર જીલ , ખાંડેખા ભાર્ગવ , કુલદીપ સિંહ ગોહિલ સહિતના જહેમત ઉઠાવી હતી.